સાબરકાંઠા જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું બહુમાળી ભવન ( કેન્ટીન ની આગળ ) સ્ટોલ મારફતે વેચાણ કરાશે

  

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું બહુમાળી ભવન ( કેન્ટીન ની આગળ ) સ્ટોલ મારફતે  વેચાણ કરાશે

** 

સાબરકાંઠામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી  હસ્તક ચાલતી રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વ સહાય જૂથો ધ્વારા વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓનું ઉપ્તાદન કરવામાં આવે છે. આ દિવાળી પર્વ નિમિત્તે  સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદન કરવામાં આવતી ચીજ-વસ્તુઓ ના વેચાણ માટે બહુમાળી ભવનમાં  આજથી  સ્ટોલ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સ્વ સહાય જૂથોની  બહેનો દ્વારા વિવિધ પ્રકારની પ્રોડક્ટ જેવી કે રંગ બે રંગી દીવડા, મુખવાસ, ફરસાણ, મીણબત્તી, ઘર સુશોભનની વિવિધ વસ્તુઓ, તોરણ ,હેંગીગ પર્સ વગેરે નું વેચાણ કરવામાં આવશે. સર્વે  નાગરિકોને  સ્વ સહાય જૂથો મારફતે ઉત્પાદિત ચીજ-વસ્તુઓની ખરીદી  કરી   સ્વ સહાય જૂથની  મહિલાઓ આત્મનિર્ભર બનાવવામાં આપણું અમૂલ્ય યોગદાન આપવા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીએ અપીલ કરી હતી.

******

CMO GujaratGujarat Information #gramvikash #SakhiMandal



Comments