Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ :

 Dang news:;ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે 'વિશ્વ હડકવા દિવસ' અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ :


વિશ્વ હડકવા દિવસ-૨૦૨૪, જિલ્લો ડાંગ

(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૨૯: તારીખ ૨૮મી સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ હડકવા દિવસ' નિમિત્તે ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા 'હડકવાની સીમાઓ તોડવી' થીમ આધારિત માર્ગદર્શન શિબિર યોજવામા આવી હતી. 

આ માર્ગદર્શન શિબિરમા મેડિકલ ઓફિસરો દ્વારા લોકોને હડકવા અંગે માહિતી આપવામા આવી હતી. જેમા હડકવા માટે શું તકેદારી રાખવી, અને શું ધ્યાન રાખવુ, એના માટે કઈ રસી લેવી જેવી બાબતોએ વિગતે ચર્ચા કરવામા આવી હતી.

*૨૮ સપ્ટેમ્બરે વિશ્વ હડકવા દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?*

આ દિવસ હડકવા નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે. તા.૨૮મી સપ્ટેમ્બરે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી, અને માઇક્રોબાયોલોજિસ્ટ, જેમણે હડકવાની પ્રથમ રસી વિકસાવી હતી, તે લુઇસ પાશ્ચરની મૃત્યુની વર્ષગાંઠ પણ છે.


Comments