અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ

  અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ


ડેપોના કર્મચારીઓ અને એસવીઈએમ સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વચ્છતા રેલીમાં જોડાયા

એસવીઈએમ સ્કૂલના વિદ્યાર્થીઓએ શેરી નાટક રજુ કરી સ્વચ્છતા જાળવવા અપીલ કરી

ભરૂચઃ શુક્રવારઃ- અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે  સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી ડેપોના કર્મચારીઓ અને એસવીઈએમ સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વચ્છતા રેલીમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓએ શેરી નાટક રજુ કરી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ડેપો મેનેજરશ્રી  જગદીશ ગાવીતની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્વચ્છતા રેલીમાં ડેપોના કર્મચારીઓ, અને એસવીઈએમ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રેલી એસટી ડેપો ખાતેથી નીકળી  સ્ટેશન પાસે પહોંચી હતી. બાદ એસ.ટી ડેપો ખાતે પરત ફરી હતી. એસ.ટી  ડેપો ખાતે એસવીઈએમ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેનું શેરી નાટક રજુ કરી મુસાફરોને ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

Gujarat Information CMO Gujarat DDO Bharuch 

#SHSGujarat2024 #SwachhtaHiSeva #SBMRGujarat








Comments