ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી: અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી મહિલાને ઉગારી :
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૨૫: ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલા "પ્રોજેક્ટ સંવેદના" કાર્યક્રમ અંતર્ગત સાપુતારા પોલીસની "શી ટીમ" દ્વારા અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી જાખાના ગામની એક વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું.
વૃદ્ધ મહિલા સુ.શ્રી મંગનીબેન ધનજીભાઈ ગાવિત જેઓ વર્ષોથી અંધારી કોટડીમાં પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા હતાં. સાપુતારા પોલીસની "શી ટીમ" ને આ બાબતની જાણ થતાં તેઓએ મહિલાની મુલાકાત લીધી હતી.
અહીં મહિલા પોલીસકર્મીએ વૃદ્ધ મહિલાની કરુણ સ્થિતિને પારખી તેનું રેસ્ક્યુ કરી, તાત્કાલિક માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત "પ્રભુ આશ્રમ" સુરતનો સંપર્ક કર્યો હતો. જે બાદ કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરી મહિલાને ટ્રસ્ટમાં મોકલવામાં આવી હતી.
ડાંગ પોલીસનાં પ્રોજેક્ટ સંવેદના કાર્યક્રમ અંતર્ગત મહિલાને નવજીવન આપવામાં નિમિત્ત બનેલ પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરીને બિરદાવામાં આવી હતી.
ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી: અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી મહિલાને ઉગારી : - (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા :...
Posted by Info Dang GoG on Saturday, August 24, 2024
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલા " પ્રોજેક્ટ સંવેદના" કાર્યક્રમ...
Posted by Info Dang GoG on Sunday, August 25, 2024
Comments
Post a Comment