Valsad:વલસાડ જિલ્લામાં કુદરતી આપત્તિ સમયે મદદરૂપ થવા ‘આપદા મિત્રો’ની રિફ્રેશર તાલીમ યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ જુલાઈ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા સંભવિત કુદરતી આપત્તિના સમયે ઉપયોગી થઈ શકે તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા તથા તાલુકાના હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના કુલ ૩૫૬ જવાનો (આપદા મિત્રો) માટે તા. ૨૭ અને ૨૮ જુલાઈના રોજ સવારે ૯-૩૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી મોગરાવાડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં પુરના સમયે પાણીમાંથી બચાવ, સર્ચ ઓપરેશન,
પ્રાથમિક સારવાર, આગ સલામતી, આગના સમયે રાખવાની સાવધાની, આગના પ્રકાર, આગ લાગવાના કારણો, આગ સામે લડવાની પધ્ધતિ, ફાયર સેફ્ટીના સાધનોની વિસ્તૃત સમજ, ફાયર ફાઇટિંગનું ડેમોન્સ્ટ્રેશન, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા ઈઆરકે અને ઈઈઆરઆર કિટનું ડેમોન્સ્ટ્રેશન, હેલ્થ અને રેડક્રોસ સોસાયટીના વિશેષજ્ઞ દ્વારા સીપીઆર તાલીમ અને રિસોર્સ વિશેષજ્ઞ દ્વારા પ્રાથમિક સારવારમાં જરૂરી પ્રાથમિક જાણકારીઓ અને પ્રાથમિક સારવારના નિયમોની સમજ, રાહત વિતરણની કામગીરી, સ્થળાંતરમાં મદદરૂપ થવું, રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી તથા એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલનમાં રહી મદદરૂપ થવાની કામગીરી કઈ રીતે કરવી વગેરે વિષયોની તાલીમ NDRF ટીમ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અને વલસાડ ફાયર વિભાગના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી.
Comments
Post a Comment