ભુજ કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસીક સમસ્યા નિવારણ સમિતિની બેઠક મળી

ભુજ કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસીક સમસ્યા નિવારણ સમિતિની બેઠક મળી
ભુજ, શુક્રવાર નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ભુજ ખાતે તાજેતરમાં કચ્છ જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસીક સમસ્યા નિવારણ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને અને તેઓના પરિવારને લગતી સમસ્યાઓના સમાધાન બાબતની ચર્ચા કરવામા આવી હતી. બેઠકના સચિવશ્રી જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી હિરેન એન. લીંબાચીયા, સમસ્યા નિવારણ સમિતિના સભ્યો તેમજ પૂર્વ સૈનિક મંડળોના પ્રતિનિધિઓ અને આમંત્રિત પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસીક સમસ્યા નિવારણ સમિતિની બેઠક મળી ૦૦૦૦૦ ભુજ, શુક્રવાર નિવાસી...

Posted by Info Kutch GoG on Friday, July 5, 2024

Comments