Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ.

 Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ.


નવસારી જીલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૨૫/૦૫/૨૦૨૪ ના પત્ર અન્વયે રાજકોટ શહેરના ટી.આર.પી. મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૮ જેટલા વ્યકિતઓનું દુઃખદ મૃત્યુ થવા પામેલ છે. આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી નવસારી જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની સૂચનાથી નવસારી જિલ્લામાં જયાં જયાં ગેમ ઝોનનું સંચાલન કરવામાં આવતું હોય તે સંબંધમાં તાત્કાલિક ધોરણે નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં 

૧. ગેમીંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે કે કેમ, 

૨. ગેમીંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવે છે, 

૩. ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ, 

૪. આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ છે કે કેમ, 

૫. ગેમીંગ ઝોનમાં ફાયર સેફટી તેમજ આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા ઉપલબ્ધ છે, 

૬. ગેમીંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝીટ માટેની વ્યવસ્થા, 

૭. સંબંધિત ઓથોરીટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ. ચકાસણીના સંદર્ભે જિલ્લામાં આવી કોઈ ગંભીર ઘટના ન બને તે હેતુથી નીચેની યાદીમાં જણાવેલ નવસારી જિલ્લામાં કાર્યરત ગેમ ઝોન્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવેલ છે. ફનકીડો સ્થળઃ એફ/૫૩-૫૬, પહેલો માળ, ધ વિલ્સન પોઈન્ટ, વિશાલનગરની સામે, ઈટાળવા, તા.જી.નવસારી ફન ફોર યુ - સ્થળ : દુકાન નં. એસ ૧૩-એસ ૨૧, ધ વિલ્સન પોઈન્ટ, વિશાલનગરની સામે, ઈટાળવા, તા.જી. નવસારી બેલી વેલી રીસોર્ટ - સ્થળ : ઉદય પેલેસ હોટલ, ઉન ગામ, ને.હા. નં.૪૮, તા.જી. નવસારી એસ.એસ. ગેમ ઝોન - સ્થળઃ મજીગામ, ને.હા.નં.૮, તા.ચીખલી, જી.નવસારી ફૂડ એન્ડ ફન મેલા – સ્થળ : નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, ચીખલી કેન્ડી કીડસ ગેમ ઝોન, બીલીમોરા - સ્થળ : ફર્સ્ટ ફલોર, આગમ આર્કેડ, જવાહર રોડ, વાંકા મહોલ્લા, બીલીમોરા

Comments