મેટ્રો ટ્રેનનાં અનુભવો વર્ણવતા ગુજરાતવાસીઓ
"૨૦૧૫ થી જેની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન આજે સાકાર થશે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા મેટ્રોના લોકાર્પણ પ્રસંગે એક વિદ્યાર્થી તરીકે હાજર રહેવાની જે તક મળી છે તે અમારું સૌભાગ્ય છે. સામાન્ય નાગરિકો પણ હવે એ.સી વાળી અને એમાં પણ નજીવા ભાડાથી ચાલતી ટ્રેનમાં બેસી શાંતિની સફર માણી શકશે તેનો આનંદ છે. વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે અપડાઉન કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ વગેરેની રોજિંદી પરિવહનની તકલીફો મેટ્રો દ્વારા દૂર કરી દીધી હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ ગાંધીનગરની મુસાફરી કરી શકાય છે જેનો ખુબજ આનંદ છે. " - વોલસી ચૌધરી, (પી.ડી.ઈ.યુ સ્ટુડન્ટ) #PMInGujarat PMO Narendra Modi CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gujarat Information
Posted by Info Gandhinagar GoG on Monday, September 16, 2024
જયપુરથી ગાંધીનગર પી. ડી. ઈ. યુ ખાતે અભ્યાસ માટે આવેલ દિશા માથુર જણાવેછે કે ગાંધીનગર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. મેટ્રોની શરુઆત પણ આ વિકાસનોજ એક ભાગ છે. #ViksitBharat_ViksitGujarat #REINVEST2024 PMO Narendra Modi CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gujarat Information
Posted by Info Gandhinagar GoG on Monday, September 16, 2024
"પહેલા નીચે જમીન પર પથરાયેલા પાટા પર ચાલતી સાદી ટ્રેન જોઈ હતી.પણ આટલી ઊંચાઈ પર ચાલતી મેટ્રો ટ્રેન રૂબરૂમાં જોવાનો આજે પહેલીવાર મોકો મળ્યો છે, અને ગાંધીનગર અમદાવાદ વચ્ચે ચાલતી આ મેટ્રો ટ્રેન એ.સી વાડી પણ છે અને ભાડું પણ ઓછું છે. જેથી દરેક વ્યક્તિ આ સફર માણી શકશે. હું અત્યારે ગાંધીનગર સ્વામિનારાયણ ધામમાં અભ્યાસ કરું છું. પણ મૂળ સુરતથી આવું છું. હવે સુરત જવા માટે ગાંધીનગરથી અમદાવાદ અમારે ટ્રેન પકડવા રીક્ષા કે બસમાં નહીં જવું પડે પણ અમે આ ટ્રેનમાં મજા માણતા માણતા અમદાવાદ પહોંચીશું." - તારપરા ધર્મ ગોરધનભાઇ, સ્વામિનારાયણ ધામ શાળા #ViksitBharat_ViksitGujarat #REInvest2024 PMO Narendra Modi CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gujarat Information
Posted by Info Gandhinagar GoG on Monday, September 16, 2024
છેલ્લા ૨૦ વર્ષથી રાંદેસણ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ પટેલ એક રાંદેસણ વિસ્તારના નાગરિક તરીકે જણાવે છે કે, વિકસિત થતા ગાંધીનગરને જોતા ખૂબ આનંદ અનુભવું છું. ગાંધીનગરમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેન શરૂ થઈ છે તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની ખૂબ જ ખુશી સાથે ગર્વ પણ અનુભવું છું. - ગુણવંતભાઈ પટેલ #REInvest2024 #ViksitBharat_ViksitGujarat Narendra Modi PMO CMO Gujarat Collector office Gandhinagar DDO Gandhinagar Gujarat Information
Posted by Info Gandhinagar GoG on Monday, September 16, 2024
P. D. E. U student અરબાઝબેગ મિરઝા PMO Narendra Modi Collector office Gandhinagar Gujarat Information DDO Gandhinagar @gujratinformation
Posted by Info Gandhinagar GoG on Monday, September 16, 2024
Comments
Post a Comment